
પ્રિય વિસામો મિત્રો...વિસામો સંસ્થા દ્રારા નિસહાય વૃદ્ધ વડીલો માટે નિશુલ્ક ટીફીન સેવા થાય છે. આ સેવા સાથે અનેક નાના-મોટા દાતાઓ જોડાયેલ છે. સેવા કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે. દાનની તાતી જરૂરીયાત રહે છે. અમે સોશિયલ મીડિયા મારફતે લોક સંપર્ક બનાવીએ છીએ. અને આ લોક માધ્યમથી જ ચાલતી સેવા છે.
તા. 9 -11-23, ગુરૂવાર, એકદાશી દિન (વાઘ બારસ) દિવાળી સેવા થશે, જેમાં દિવાળી તહેવારે બનતી વાનગીઓ ( મઠીયા, પાપડી, બિસ્કીટ, મિઠાઈ ) નિ:સહાય વૃદ્ધ વડીલોને આપવામાં આવશે
આ સેવા કાર્ય માટે સેવામાં વ્યક્તિ દીઠ માત્ર રૂ.50 દાન લેવામાં આવે છે. તમારી ઈચ્છા અનુસાર વૃદ્ધ વડીલોને ભોજન આપી શકો છો. અનેક સેવા કાર્ય હજી કરવાના બાકી છે. આર્થિક તંગીને કારણે અમે સેવા કાર્યમાં વધારો કરી શક્તાં નથી. જો આપ અમને સહયોગ આપો, તો અમારો હાથ મજબૂત બની શકે તેમ છે.
જો તમે દાન આપવા ઈચ્છતાં હોય તો અમારી સંપર્ક વિગતો નીચે મુજબની છે.
રાકેશ ંપચાલ વિસામો - 9429449378
(દાન આપ્યા બાદ વોટ્સએપ પર 9429449378 પર અચૂક જણાવશો, જેથી તમારી સેવા બુક કરી શકીએ અને જરૂરી સ્લીપ આપી શકીએ, સેવા જ સત્ય છે. આ સેવા કાર્ય સાથે અચૂક જોડાશો. અનેક નિસહાય વૃદ્ધ વડીલ અને અબોલ જીવ તમારી રાહ જોઈને બેઠા છે. )
VIDEO : તમે અહીં જોઈ શકો છો.
FACEBOOK : ફોલો કરો
જીપે કે અન્ય પ્લેટફોર્મ મારફતે દાન આપવા સ્કેન કરો.
BANDHAN BANK LTD
- Account Name: VISAMO SARVAJANIK CHARITABLE TRUST VASO
- Account Number: 50220018660418
- IFSC CODE : BDBL0001837
- Branch: Nadiad
- MICR CODE: 387750002
- Account Type: Saving
PHOTOS : અબોલ જીવ માટે ખાસ દિવસોએ થતી વિવિધ સેવાઓ, આ ઉપરાંત બાળ સેવા પણ થાય છે.
K-POINTS
- તમારા પરસેવાની કમાણીનું મુલ્ય સમજો.
- એ ઠેકાણે દાન કરો, જે ઠેકાણે આમ જનતાને સીધો લાભ મળતો હોય
- જાતિ, ધર્મ અને ફાયદાને ધ્યાનમાં રાખીને ક્યારેય દાન ન કરવું, તેનું ફળ નથી.
અમે અનુભવ્યું છે, કે વર્તમાને વૃદ્ધ વડીલોની સ્થિતિ ઘણી કફોડી છે. આપણે આધુનિક તો થયા છીએ, પણ સંબંધોમાં તિરાડ પણ એટલી જ વધી છે. મોબાઈલથી ભલે નજીક આવી ગયા છીએ, પણ દિલોથી કદાચ એટલાં જ દુર છીએ કે તેનાં નેટવર્ક હવે પકડાતા નથી. ત્યારે કોઈની વ્યથા અને લાગણીને સમજવા હવે આપણી પાસે એટલો સમય પણ રહ્યો નથી. ત્યારે એક વડીલ જે પોતે એકલો અટુલો પડી ગયો છે. તેની સ્થિતિ ઘણી દયનીય બની જાય છે. પ્રારંભિક તબક્કે 1 ટીફીનથી શરૂ થયેલી સેવા વર્તમાને 500 ટીફીન સુધી પહોંચી છે. જ્યારે અમે ગ્રામીણ વિસ્તારમાં આ સેવા શરૂ કરી ત્યારે ખબર ન હતી, કે આટલી મોટી સંખ્યામાં જરૂરીયાતમંતદ નિસહાય વૃદ્ધ વડીલોની સેવા કરવાની તક મળશે. પરંતુ વર્તમાને આ સેવાકીય પ્રવૃતિ અમે નિષ્ઠા સાથે કરી રહ્યાં છે. આ સેવાને પગલે 18 લોકોને રોજગારી મળી છે.
પ્રિય દાતાશ્રી
તમને પરીવારનાં સદસ્યોની જેમ અમારાં મનની વાત જણાવીએ છીએ, કે અમુક ખાસ દિવસો દરમિયાન દાન વધુ આવતું હોય છે. અને પછી સામાન્ય દિવસો દરમિયાન દાન ઓછું થઈ જાય છે. ત્યારે ભંડોળવાળી મુડી ઘણી કામમાં આવતી હોય છે. તમારો સાથ સહકાર મળતો રહે છે. જેથી આ સેવા શક્ય છે. અમે નાના દાનમાં માનીએ છીએ. જેથી નાનામાં નાનો સેવાભાવી અમારી સાથે જોડાય શકે. અને એ ઈચ્છા સાથે ખાસ દિવસો અને તહેવારે અવનવી સેવા કરીએ છીએ. જેથી દરેક માણસ સારા દિવસો દરમિયાન તેની યથાશક્તિ સેવા કાર્ય સાથે જોડાય શકે.
અમે જ્યારે પણ દાન માટે મેસેજ કરીએ, ત્યારે તમારી ઈચ્છા મુજબ જોડાશો. આખું વર્ષ તમે સુંદર સેવાકીય પ્રવૃતિ કરશો
સેવા જ સત્ય છે. અને સેવા જ ઈશ્વર સમજે છે. અબોલ જીવ અને નિર્બળ માણસને સદૈવ સાથે રહેજો. દયા રાખજો..ઈશ્વરની કૃપા અપાર છે.
આપણી પાસે જે કઈ છે તેમાંથી એક ટકો આપણે વાપરીશું. તો એક એવી સંસ્થાને પીઠબળ મળશે. જે ઘણું બધું દરેક વર્ગ માટે સેવાકીય પ્રવૃતિ કરી શકે તેવી સ્થિતિમાં છે.
લી. રાકેશ પંચાલ -વિસામો
વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ-વસો
9429449378




Comments
Post a Comment